મહેસાણા જિલ્લાના આશ્રમ શાળાઓમાં 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ
મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ, 15 ઓગસ્ટ 2025ના રોજ, દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહેસાણા જિલ્લાના વિવિધ આશ્રમ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો ભાવભેર યોજાયા. પ્રાત:કાળે શાળાના પરિસરમાં ભવ્ય રીતે તિરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગાનની ગુંજ સ
મહેસાણા જિલ્લાના આશ્રમ શાળાઓમાં 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ


મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.)

આજ રોજ, 15 ઓગસ્ટ 2025ના રોજ, દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહેસાણા જિલ્લાના વિવિધ આશ્રમ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો ભાવભેર યોજાયા. પ્રાત:કાળે શાળાના પરિસરમાં ભવ્ય રીતે તિરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગાનની ગુંજ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો.

કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકમંડળ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, કવિતાઓ અને ભાષણો રજૂ કરીને સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી.

શિક્ષકમંડળે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ, એકતા અને સમાજસેવા માટે પ્રેરિત કર્યા તથા શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના મહત્વ પર ભાર મૂક્યો. આ પ્રસંગે શાળાઓમાં સ્વચ્છતા અભિયાન, વ્રક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું.

અંતે મીઠાઈ વિતરણ સાથે કાર્યક્રમો પૂર્ણ થયા. આ રીતે મહેસાણા જિલ્લાના આશ્રમ શાળાઓમાં યોજાયેલા 79મા સ્વાતંત્ર્ય પર્વના ધ્વજવંદન કાર્યક્રમો વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં દેશપ્રેમ તથા એકતાની ભાવના મજબૂત બનાવવામાં સફળ રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande