પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણ નગરપાલિકા સંચાલિત શ્રી મ.ક. જીમખાના સાંસ્કૃતિક વિભાગે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં પી.પી.જી. એક્સપરીમેન્ટલ હાઈસ્કૂલની ધોરણ 11ની વિદ્યાર્થિની ફોરમ મહેશભાઈ સોલંકીએ પ્રથમ સ્થાન મેળવ્યું.
ફોરમની આ સિદ્ધિ બદલ NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવ અને શાળાના કાર્યકારી આચાર્ય ઝેડ.એન. સોઢાએ અભિનંદન પાઠવ્યા. માર્ગદર્શક શિક્ષક ઉપેન્દ્રભાઈ ગજ્જરને પણ શુભેચ્છાઓ મળી.
સમગ્ર શાળા પરિવારે વિજેતા ફોરમ અને તેના શિક્ષકનો ગૌરવ અનુભવ્યો. આ સફળતાથી શાળાનું નામ ઉજ્જવળ બન્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર