ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.): ગઇકાલ રાત્રી દરમિયાન વેરાવળ રોડ હોટલ પાસે કોઈ અજાણ્યા ફોરવ્હીલર વાહન ચાલક દ્વારા એક ગૌ વંશ સાથે ગંભીર અકસ્માત સર્જાવી નાસી ગયેલ હોય તેની જાણ હિન્દુ યુવા સંગઠન ભારત ઉના સિલોજ નિરાધાર ગૌ શાળા ખાતે અશ્વિનભાઇ મેવાડાને થતા જ તાત્કાલિક અશ્વિનભાઇ મેવાડા ટીમ સાથે ધટના સ્થળે દોડી ગયેલ હોય ત્યારે ગૌ વંશ ખૂબ ગંભીર હાલત મા હોય અને સંતુલન ગુમાવી બેઠેલ હોય. જેથી ડૉ. જુનેદ દ્વારા તાત્કાલિક પોહચી ગૌ વંશને શાંત કરવામાં આવેલ ત્યાર બાદ તાત્કાલિક વધુ સારવાર માટે હિન્દુ યુવા સંગઠન ભારત ઉના સિલોજ નિરાધાર ગૌ શાળા ખાતે પહોચાડવામાં આવેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ