અમરેલી, 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ અમરેલી શહેર ખાતે મોઢ કોમ્યુનેટિવ પ્રોપર્ટી અને સુદર્શન નેત્રાલયના સંયુક્ત આયોજન હેઠળ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કાર્યક્રમ યોજાયો. આ આરોગ્ય સેવા કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોને આંખોની તપાસ, સલાહ અને જરૂરી સારવાર વિનામૂલ્યે આપવામાં આવી.
કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્યખાસ ઉપસ્થિત રહ્યા અને આયોજકોના આ પ્રશંસનીય પ્રયાસને બિરદાવ્યા. તેમણે જણાવ્યું કે, આવા નેત્રયજ્ઞો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આંખોના રોગો સામે જાગૃતિ લાવે છે અને લોકોના આરોગ્યમાં સીધો ફાયદો પહોંચાડે છે.
સુદર્શન નેત્રાલયની તબીબી ટીમે સૈંકડો નાગરિકોની તપાસ કરી અને જરૂરિયાત મુજબ મફત ચશ્મા તથા સારવારની સુવિધા આપી. મોઢ કોમ્યુનેટિવ પ્રોપર્ટી સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સમાજપ્રતિ નૈતિક ફરજ તરીકે આવાં આરોગ્ય કેમ્પો નિયમિત રીતે યોજતા રહેશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો અને આયોજકોને આભાર વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai