ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.) કલેક્ટર દ્વારા આ બેઠકમાં મંજૂર થયેલા કામો અને તેની પ્રગતિની સમિક્ષા તેમજ નલ સે જલ યોજના અંતર્ગત મરામત અને નિભાવણી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને પાણી વેરા પ્રોત્સાહન યોજના અંતર્ગત અમલવારી ઝડપી બનાવવા માટે સૂચન કરવામાં આવ્યાં હતાં.
આ બેઠકમાં તાલાળા તાલુકાના ઘૂસિયા ગામની પીવાના પાણીની યોજનાની રૂ.1.72 કરોડની મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત અન્ય સોલાજ, જેપુર અને પ્રશ્નાવડા, મેઘપુર ગામોમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાને લગતી કામગીરી મંજૂર કરવામાં આવી હતી. જેથી ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાને લગતી કામગીરી વેગવંતી બનશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, વાસ્મો યુનિટ મેનેજર વિશાલ ભાટૂ, જિલ્લા સંયોજક અલ્કા મકવાણા અને ટેક્નીકલ નાયબ મેનેજર એમ.બી.બલવા તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ