ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.) ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દુદાણા ખાતે નદીના કિનારે પોરાણીક શીતળામાતાજીનું મંદીર આવેલું છે. આજના દિવસે એટલે કે સાતમ ને દિવસે ભાવીકોમા અનેરો ઉત્સાહ જોવા મળેછેશીતળા માતાજીના મંદિરે દર્શન માટે ઉપડે છે. ભાવીકો શ્રાવણ માસ મા સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા સાતમના દિવસે શીતળા માતા અને બળિયાદેવના દર્શન અને પૂજાનું પણ અનેરુ મહત્વ છે.. જેથી સાતમના આ દિવસે માતા શિતળાના મંદિરે લોકોનો દર્શન માટે જમાવડો જામે છે.. તો . શીતળા સાતમ એ શીતળતા પ્રદાન કરનાર માતા શીતળાને સમર્પિત છે અને આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહિ, આખો દિવસ ટાઢું ખાવું શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે.
કોડીનાર તાલુકાના દુદાણા ખાતે આવેલ પૌરાણિક શિતળા માતાજીના મંદિરે કોઈપણ ધર્મના લોકો એક શ્રદ્ધા સાથે આવે છે ખાસ કરીને નાના બાળકોને અસભડા .કે ઓરી નીકળે તો એક શ્રદ્ધાપૂર્વક માતાજીની માનતા રાખવાથી શ્રદ્ધાપૂર્વક તેને સારું થઈ જાય છે આ મંદિર અતિ પૌરાણિક છે આનો જીર્ણોધ્ધાર 2014માં કરવામાં આવ્યો હતો.
આ મંદિરમાં. શીતળામાતા અને બલદેવ પણ છે આજ શીતળા સાતમને દિવસે હજારો શ્રદ્ધાળુઓ શીતળા માતાજીના મંદિરે દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. દુદાણા ખાતે આવેલ શિતળા માતાજીના મંદિરે આજરોજ ભક્તો જનો નો ભારે ઉત્સાહ જોવા મળે છે. શીતળા માતાજીના મંદિરે આજે હજારો યાત્રિકો એ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ