ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.) જન્માષ્ટમી નિમિત્તે ગીર સોમનાથના સુત્રાપાડા નગરપાલિકા ખાતે મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપભાઈ બારડ દ્વારા સુત્રાપાડા નગરપાલિકા સફાઈ કર્મચારીઓ ને જન્માષ્ટમી ના પાવન અવસર પર જરૂરિયાત મંદ લોકોને ફરસાણ તેમજ મીઠાઈ અને રેનકોટ નું વિતરણ કરવામાં આવેલ. તેમાં ઉપસ્થિત સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ,સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી,ઉપ્રમુખ નરેશભાઈ કામળિયા,નગરપાલિકા ચેરમેન કૈલાશભાઈ રામ સુત્રાપાડા નગરપાલિકા સભ્યશ્રીઓ,કાળાભાઈ બારડ અરશીભાઈ બારડ,મેરૂભાઈ મેર મસરીભાઈ મેર,બલુભાઈ વાજા,વજુભાઇ પંપાણીયા,જેશીંગભાઈ કામળિયા,અજયભાઇ કાછેલા,સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રીઓ સિદધરાજસિંહ રાઠોડ,હરેશભાઇ કામળિયા, તેમજ નગરપાલિકા કર્મચારીઓ અને આગેવનઓ હાજર રહ્યા. બારડ પરિવાર દ્વારા દર વર્ષે ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ નું આયોજન કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ