ગીર સોમનાથ કણજોતર ગામમાં શ્રાવણ માસના મહાકાલેશ્વર મહાદેવ મંદિરે ઘી પૂજન
ગીર સોમનાથ, 15 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસ પવિત્ર મહિનો ચાલતો હોય ત્યારે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હોય ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામ ખાતે આવેલ પ્રાચીન મહાકાલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ભક્તિમય માહોલ વચ્ચે વિશેષ પૂજા-
મહાકાલેશ્વર મહાદેવ મંદિરે ઘીપૂજન


ગીર સોમનાથ, 15 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસ પવિત્ર મહિનો ચાલતો હોય ત્યારે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હોય ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામ ખાતે આવેલ પ્રાચીન મહાકાલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ભક્તિમય માહોલ વચ્ચે વિશેષ પૂજા-અર્ચના યોજાઈ હતી. આ પ્રસંગે શંકર ભગવાનની મૂર્તિ બનાવીને ઘીપૂજન કરવામાં આવ્યું હતું.

ગામજનો અને ભક્તો મોટી સંખ્યામાં મંદિરે ઉપસ્થિત રહી, હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિભાવપૂર્વક પૂજામાં ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું અને ભક્તોએ શ્રાવણ માસના પાવન અવસર પર ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande