ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.)
આજે સુત્રાપાડા માં ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ખાતે79માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે ધ્વજવંદન સમારોહ. આઝાદીના અમૂલ્ય પર્વ “સ્વતંત્રતા દિવસ” પર દેશભક્તિના ભાવ સાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું અને તિરંગા તળે સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સંકલ્પ લીધો.
આ રાષ્ટ્રીય પર્વ માં સંસ્થા ના આધ્યા સ્થાપક અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલના ચેરમેન અને ગીર સોમનાથ જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપભાઈ બારડ, તેમજ નગરપાલિકા ના પ્રમુખ, ઉપ પ્રમુખ, સદસ્યોં, સુત્રાપાડા ગામ દરેક સમાજ ના આગેવાનો અને ગ્રામજનો અને ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલના આચાર્ય, વિદ્યાર્થીઓં ભાઈઓં બહેનો ઉપસ્થિત રહ્યા, ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ