ગીર સોમનાથ 15 ઓગસ્ટ (હિ.સ.)15મી ઓગસ્ટ 2025 ધ્વજવંદન કાર્યક્રમ હર ઘર તિરંગા અંતર્ગત
79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પરિસરમાં માનનીય કુલપતિ પ્રો.સુકાંત કુમાર સેનાપતિના હસ્તે ધ્વજવંદન અને પ્રસંગોચિત ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે વીરો કો વંદન, વિકસિત ભારત, એક પેડ માં કે નામ, સ્વચ્છતા દ્વારા શ્રેષ્ઠ ભારતનું નિર્માણ જેવા સત્સંકલ્પોથી આપણે દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવાનું છે અને ભારતની ઉત્તરોત્તર પ્રગતિ થાય એ દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.
કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરાએ જણાવ્યું હતું કે, સાચી રાષ્ટ્રભાવના એ છે કે કોઈ પણ જાહેર સંપતિ કે જે આપણી નથી તેને આપણા દ્વારા કે અન્ય દ્વારા કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય એ સાચા અર્થમાં રાષ્ટ્રભાવના કહેવાય.
ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ વક્તવ્ય, ગીત, કાવ્ય વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધિકારીઓ, અધ્યાપકઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ પ્રો.વિનોદકુમાર ઝાના માર્ગદર્શનમાં એન. એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.જે. ડી. મુંગરાએ સંયોજક અને સંચાલક તરીકે જવાબદારી નિભાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ