નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શુક્રવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં જાહેરાત કરી હતી કે, સરકાર દિવાળી નિમિત્તે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ લાગુ કરશે. આનાથી નાગરિકો પર ટેક્સનો બોજ ઓછો થશે. આ સાથે, પ્રધાનમંત્રી મોદીએ, આજથી દેશમાં પ્રધાનમંત્રી વિકાસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારાઓને સરકાર તરફથી 15,000 રૂપિયા મળશે. નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ અંગે, પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા સમીક્ષા બાદ નક્કી કરાયેલા આ સુધારાઓ હેઠળ, સામાન્ય નાગરિકને લગતા કરમાં નોંધપાત્ર ઘટાડો થશે. આનાથી રોજિંદા વસ્તુઓ સસ્તી થશે અને MSME ક્ષેત્રને ફાયદો થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકારે આવકવેરા પ્રણાલી પણ ખૂબ જ સરળ બનાવી છે. તાજેતરમાં, 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પરનો કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ પગલાથી મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગને મોટી રાહત મળી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ