પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પાટણની શેઠ એમ.એન. હાઇસ્કૂલમાં લાયન્સ ક્લબ દ્વારા શૌર્યગીત સ્પર્ધાનું આયોજન થયું, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 20 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો રજૂ કરી સમગ્ર પરિસરને દેશપ્રેમથી સરોબર કરી દીધું.
સ્પર્ધામાં બંને વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા, જ્યારે તમામ સહભાગી વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અપાયું. લાયન્સ ક્લબના પ્રમુખ નિકુલભાઈ ચુનાવાલાએ જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, સંગીતપ્રેમ અને આત્મવિશ્વાસનું સિંચન કરે છે.
કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ નિકુલભાઈ ચુનાવાલા, ડિસ્ટ્રીક પ્રોટોકોલ ઓફિસર નટવરસિંહ ચાવડા, મંત્રી રાજેશભાઈ દેસાઈ અને શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વિપુલભાઈ પટેલ અને શિલ્પાબેન દેસાઈએ કર્યું, જ્યારે અંતે ‘વંદે માતરમ’ના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર