કોઠાસણા હાઈસ્કૂલનો ઐતિહાસિક વિજય: ખો-ખો મેદાનમાં ડબલ ચેમ્પિયન, 14 ખેલાડીઓ રાજ્યકક્ષાએ પહોંચ્યા
મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના પોચોટ ખાતે આવેલ રમતગમત સંકુલમાં તાજેતરમાં યોજાયેલી SGFI જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં શ્રી યુ.કે. કોઠારી વિદ્યામંદિર, કોઠાસણાની બંને ટીમોએ કમાલ કરી બતાવી છે. શાળાની U-14 અને U-17 બંને ટીમોએ પોતાના પ્રતિભ
કોઠાસણા હાઈસ્કૂલનો ઐતિહાસિક વિજય: ખો-ખો મેદાનમાં ડબલ ચેમ્પિયન, 14 ખેલાડીઓ રાજ્યકક્ષાએ પહોંચ્યા


કોઠાસણા હાઈસ્કૂલનો ઐતિહાસિક વિજય: ખો-ખો મેદાનમાં ડબલ ચેમ્પિયન, 14 ખેલાડીઓ રાજ્યકક્ષાએ પહોંચ્યા


મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના પોચોટ ખાતે આવેલ રમતગમત સંકુલમાં તાજેતરમાં યોજાયેલી SGFI જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં શ્રી યુ.કે. કોઠારી વિદ્યામંદિર, કોઠાસણાની બંને ટીમોએ કમાલ કરી બતાવી છે. શાળાની U-14 અને U-17 બંને ટીમોએ પોતાના પ્રતિભા અને જઝ્બાથી વિજય મેળવી જિલ્લા ચેમ્પિયન બનવાનો માન મેળવી લીધો.

મહેસાણા જિલ્લાના કોઠાસણા હાઇસ્કૂલના કુલ 14 ખેલાડીઓ રાજ્યકક્ષાની ખો-ખો સ્પર્ધામાં મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્યસ્તરે પણ આ ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી જિલ્લાનું નામ રોશન કરે તેવી સૌ કોઈ અપેક્ષા રાખી રહ્યા છે.

આ ગૌરવપૂર્ણ જીત સાથે શાળાના કુલ 14 પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે થઈ છે. જેમાં U-17 વર્ગમાંથી રણજિતસિંહ ચૌહાણ, રાજવીરસિંહ ચૌહાણ, રોહિતસિંહ ચૌહાણ, યુવરાજસિંહ ચૌહાણ, નૈતિકજી ઠાકોર, અજય રાવળ અને વિષ્ણુસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે. જ્યારે U-14 વર્ગમાંથી કલ્પેશસિંહ ડાભી, કુલદિપસિંહ ડાભી, સિદ્ધરાજસિંહ વાઘેલા, ઉમંગસિંહ ચૌહાણ, કિશનસિંહ વાઘેલા અને યુવરાજસિંહ ઠાકોર રાજ્યકક્ષાએ મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

શાળાના આચાર્યા અલકાબેન સહિત સમગ્ર શાળા પરિવાર, માર્ગદર્શક અવનીષભાઈ, અને સ્થાનિક ગામજનો ખેલાડીઓની આ સિદ્ધિ પર ગૌરવ અનુભવી રહ્યા છે. કોઠાસણાના ખેલાડીઓએ માત્ર મેદાનમાં નહીં પરંતુ તેમના રમત પ્રત્યેના સમર્પણ અને મહેનતથી સમગ્ર જિલ્લામાં પ્રેરણાનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ સિદ્ધિ દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી પ્રતિભાને જો યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે, તો તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ ઝંડો લહેરાવી શકે છે. આવનારી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે તમામ ખેલાડીઓને હાર્દિક શુભેચ્છાઓ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande