ગાંધીનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ૭૯માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજભવન પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાજ્યપાલએ ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન જીલ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલએ રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્માએ પણ વૃક્ષારોપણ કર્યું હતું.
આ સમારોહમાં રાજ્યપાલના પરિસહાયક બલરામ મીણા (આઈ.પી.એસ.) તથા લેફ્ટનન્ટ કમાન્ડર શુભમ કુમાર, રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સુરક્ષા કર્મીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ