ભાવનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : 79મા સ્વતંત્રતા દિવસના અવસર પર ભાવનગર મંડળમાં મોટા ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસ ઉજવાયો.
ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મંડળ કચેરીના પરિસરમાં મંડળ રેલ પ્રબંધકનું સ્વાગત મંડળ સુરક્ષા આયુક્ત પ્રેમનાથ રાય દ્વારા કરવામાં આવ્યું અને તેમને સલામી આપી મંચ સુધી લઈ જવાયા. ત્યારબાદ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મંડળ કચેરીના પરિસરમાં રાષ્ટ્રીય ધ્વજનું ધ્વજારોહણ કર્યું અને ધ્વજને સલામી આપી.
ત્યારબાદ મંડળ રેલ પ્રબંધક દ્વારા રેલવે સુરક્ષા બળ, સેંટ જોન એમ્બ્યુલન્સ, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ તથા સિવિલ ડિફેન્સની પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારપછી મંડળ રેલ પ્રબંધકે પશ્ચિમ રેલવે મહાપ્રબંધક શ્રી વિવેક કુમાર ગુપ્તાનો સંદેશ વાચ્યો. બાલ મંદિર, કિડ્સ હટ તથા પીએમ કેન્દ્રીય વિદ્યાલયના બાળકો આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરીને ઉપસ્થિત લોકોનું મન મોહી લીધું.
આ અવસર પર અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા, તમામ શાખા અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો, ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ અને મીડિયાકર્મીઓ હાજર રહ્યા. કાર્યક્રમના અંતે મંડળ રેલ પ્રબંધક દ્વારા આપવામાં આવતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. રાષ્ટ્રીય ધ્વજારોહણનો કાર્યક્રમ સમગ્ર ભાવનગર મંડળના સ્ટેશનો તથા અન્ય રેલવે એકમોમાં પણ યોજાયો. દરેક જગ્યાએ ધ્વજારોહણ કરવામાં આવ્યું, રાષ્ટ્રગાન ગવાયું અને રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવી.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળની અધ્યક્ષ શાલિની વર્મા દ્વારા કિડ્સ હટ અને બાલ મંદિરમાં રાષ્ટ્રીય ધ્વજારોહણ કરવામાં આવ્યું. ત્યારબાદ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળની અધ્યક્ષ શ્રીમતી શાલિની વર્મા તથા અન્ય પદાધિકારીઓ દ્વારા 79મા સ્વતંત્રતા દિવસના અવસર પર મંડળ રેલવે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળ તથા ભેટ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ