જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગામ પીપર ખાતે ચાલી રહેલ આર.સી.સી. રોડ રોડ-રસ્તાના કામમાં યોગ્ય ગુણવતા વાળો માલ-સામાન ન વાપરવા તેમજ નકકી કરેલ લોખંડનો ઉપયોગ કરવાને બદલે માત્ર લોખંડના ટુકડા નાખી કામ કરેલ હોય જે અંગે લેખિત રજુઆત પીપર ગામના ગ્રામજનો દ્રારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી તપાસની માંગ કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે હાલ પીપર થી ભાડુકીયા ગામને જોડતો રસ્તોનું કામ હાલ આર.સી.સી. બનાવવાનુ ચાલી રહ્યું છે. આ કામ કયા કોન્ટ્રાકટરને આપવામાં આવેલ છે તેની અમોને કોઈ માહિતી મેળવવાના પ્રયત્ન કરવા છતા માહિતી મળેલ નથી. સાઈટ ઉપર કામ કરતા માણસોને પુછતા તેઓ દ્વારા અમોને કોન્ટ્રાકટરનું નામ, સરનામુ આપવામાં આવેલ નથી.
આ આર.સી.સી. રોડના કામમાં જે લોખંડનો ઉપયોગ થવો જોઈએ તેના બદલ માત્ર લોખંડના નાના-નાના ટુકડા નાખી અને કામ કરવામાં આવેલ છે તેમજ સીમેન્ટ અને અન્ય માલ સામાન જે રીતે વાપરવો જોઈએ તે રીતે વાપરવામાં આવતો નથી અને આમ કરી ભ્રષ્ટ્રાચાર કરવામાં આવી રહયો હોય તેવુ અમોને પ્રથમ દ્રષ્ટીએ લાગી રહયુ છે.
હાલ રસ્તો 60% ઉપર કાલ પૂર્ણ થયેલ છે અને હજુ કામ ચાલુ છે, જો આપ દ્વારા તપાસ કરવામાં નહી આવે તો બાકી રહેલ કામ પણ આ પ્રકાર હલકી ગુણવતાવાળુ કરવામાં આવશે અને નવો બનેલ રોડ થોડા સમયમાં તુટી જશે અને લોકો પહેલાની જેમ જ પરેશાની ભોગવવી પડશે અને સરકારશ્રીના નાણાનો દુરવ્યય થશે.
જેથી આઅરજી ધ્યાને લઈ તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કામ યોગ્ય ગુણવતા વાળુ થાય તે માટે આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા પીપર ગામના દક્ષિત સોજીત્રા સહિત ગ્રામજનો દ્રારા માંગ કરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt