જામનગર શહેર-જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૬ થી ૧૪ ઓકટો. સુધી ધો.૩ થી ૮માં પ્રથમ સત્રાંત કસોટી
જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૬ થી ૧૪ ઓકટોબર દરમ્યાન ધો. ૩ થી ૮માં ત્રિમાસિક અને સત્રાંત કસોટી લેવાશે શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર સ્વયં તૈયાર કરવાની રહેશે. કસોટીમાં
પરિક્ષા


જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૬ થી ૧૪ ઓકટોબર દરમ્યાન ધો. ૩ થી ૮માં

ત્રિમાસિક અને સત્રાંત કસોટી લેવાશે શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની

શાળાના વિદ્યાર્થીઓની કક્ષા અનુસાર સ્વયં તૈયાર કરવાની રહેશે. કસોટીમાં

હેતુલક્ષી, અતિ ટુંક જવાબી અને નિબંધ સહિતના વિવિધ પ્રકારના પ્રશ્ર્નોનો

સમાવેશ કરવાનો રહેશે.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને

તાલીમ પરિષદ દ્વારા જામનગર સહિત રાજયના તમામ જિલ્લા શિક્ષણ

અધિકારી, શાસનાઅધિકારીને ૧૩ ઓગસ્ટના ખાસ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં

તમામ માઘ્યમની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ

કરતા વિદ્યાર્થીઓના મુલ્યાંકન માટે એકમ કસોટીનાં વિકલ્પ રૂપે ત્રિમાસિક અને

પ્રથમ સત્રાંત કસોટીનું આયોજન કરવા જણાવાયુ છે.

જે અનુસાર

ત્રિમાસિક કસોટી ધો.૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક

વિષયની ૪૦-૪૦ ગુણની એક એક કસોટી લેવાની રહેશે. ચાલુ વર્ષે તા.૧૮ થી ૩૦

ઓગસ્ટ દરમ્યાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ કસોટી માટે

જીસીઇઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલો અને મહિનાની ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ

સુધીનો અભ્યાસક્રમ ઘ્યાને લેવાનો રહેશે. કસોટી લર્નીંગ આઉટકમના આધારે

તૈયાર કરવાની રહેશે જેમાં હેતુલક્ષી, અતિ ટુંક જવાબી, ટુંક જવાબી, અને

નિબંધ સહિતના વિવિધ પ્રકારના પ્રશ્ર્નોનો સમાવેશ કરવાનો રહેશે. શિક્ષકો

ધોરણ અને વિષયવાર પ્રશ્ર્નો જીસીઇઆરટી દ્વારા તૈયાર કરેલી પ્રશ્ર્ન

બેંકમાંથી પસંદ કરી શકશે.

કસોટી અંતર્ગત શિક્ષકે

તૈયાર કરેલા કસોટીપત્રો શાળા કક્ષાએ ફાઇલે રાખવાનાં રહેશે. આ કસોટી સમગ્ર

શિક્ષા દ્વારા આપવામાં આવેલી નોટબુકમાં લેવાની રહેશે. કસોટી ચેક થઇ ગયા બાદ

વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે. જયારે પ્રથમ સત્રાંત કસોટી તા.૬ થી ૧૪

ઓકટોબર દરમ્યાન યોજવાની રહેશે.

આ કસોટી માટે ધોરણવાર અને

વિષયવાર પરીરૂપ રાજયકક્ષાએથી તૈયાર કરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને

આપવામાં આવશે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટી પત્રો તૈયાર કરી

સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકાર અને શાસનાધિકારીને સોંપવામાં આવશે.

કસોટીમાં ધો. ૩ થી ૮ના વિવિધ વિષયોમાં જીસીઇઆરટી દ્વારા તૈયાર કરવામાં

આવેલા અભ્યાસક્રમની મહિનાની ફાળવણી અનુસાર પ્રથમ સત્રનો જુનથી ઓકટોબર

સુધીનો અભ્યાસક્રમ ઘ્યાને લેવામાં આવશે.

સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ

ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિસ્તારના કસોટી

પત્રો રાજયકક્ષાએથી આપવામાં આવેલા પરીરૂપ મુજબ શાળા કક્ષાએ તૈયાર કરવાના

રહેશે. તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા લેવાની રહેશે. બાકીના વિષયની કસોટી

સ્વનર્ભિર પ્રા.શાળાઓએ નિયત પરીરુપના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલા

સમયપત્રક મુજબ લઇ શકશે. ધો. ૩ અને ૪ના વિદ્યાર્થીઓએ કસોટી પત્રમાં ઉતરો

લખવાના રહેશે અને ધો.૫ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉતરવહીમાં ઉતરો લખવાના રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande