પાટણની શાળાઓમાં જન્માષ્ટમીની આનંદમય ઉજવણી
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણની લોર્ડ કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ અને ક્રિષ્ના ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલે સંયુક્ત રીતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. સમગ્ર શાળા પરિવાર, જેમાં શિક્ષકો અને કર્મચારીઓ પણ સામેલ હતા, તેમણે આ ઉત્સવમાં સક્રિય ભાગ લીધો. આ પ્રસં
પાટણની બે શાળાઓમાં જન્માષ્ટમીની આનંદમય ઉજવણી


પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)પાટણની લોર્ડ કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ અને ક્રિષ્ના ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલે સંયુક્ત રીતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. સમગ્ર શાળા પરિવાર, જેમાં શિક્ષકો અને કર્મચારીઓ પણ સામેલ હતા, તેમણે આ ઉત્સવમાં સક્રિય ભાગ લીધો.

આ પ્રસંગે શાળામાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિકથી લઈને ઉચ્ચ માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓએ પરંપરાગત મટકી ફોડમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

વિદ્યાર્થીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા કાર્યક્રમને રંગીન બનાવ્યો. કાર્યક્રમે શાળા પરિસરમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ સર્જ્યું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande