જૂનાગઢમાં પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી ખાતે, એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે
જૂનાગઢ, 15 ઓગસ્ટ (હિ.સ.) પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના એન.એસ.એસ. એકમ અને સ્ટુડન્ટ્સ રિપ્રેઝન્ટેટિવ કાઉન્સિલ (SRC) દ્વારા યુ.જી.સી. તથા સરકારશ્રીના માર્ગદર્શન મુજબ તા. ૧૨ થી૧ ૮ ઑગસ્ટ દરમિયાન એન્ટી રેગિંગ સપ્તાહની ઉ
જૂનાગઢમાં પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી ખાતે, એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે


જૂનાગઢ, 15 ઓગસ્ટ (હિ.સ.) પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના એન.એસ.એસ. એકમ અને સ્ટુડન્ટ્સ રિપ્રેઝન્ટેટિવ કાઉન્સિલ (SRC) દ્વારા યુ.જી.સી. તથા સરકારશ્રીના માર્ગદર્શન મુજબ તા. ૧૨ થી૧ ૮ ઑગસ્ટ દરમિયાન એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રેગિંગ વિરુદ્ધના કાનૂની નિયમો વિશે જાગૃતિ ફેલાવવાનો, કેમ્પસમાં સન્માન અને સૌહાર્દનું વાતાવરણ વિકસાવવાનો તેમજ દરેક માટે સુરક્ષિત અને સહાયક પરિસર સુનિશ્ચિત કરવાનો રહેલો છે. આ સપ્તાહ દરમિયાન જાગૃતિ કાર્યક્રમો, પોસ્ટર પ્રદર્શન, સૂત્ર-સ્પર્ધા તથા ચર્ચાસત્રો જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાવિદ્યાલયના ડૉ.એમ.આર.ગડરીયા આચાર્ય તથા વિદ્યાશાખાના સભ્યો ડૉ.ડી બી.બારડ, ડૉ.એ.આર.બારિયા, ડૉ.વી.વી.ગામિત, ડૉ.જે.બી.કથિરિયા, ડૉ.જે.એ.ચાવડા, ડો.પી.પી.ભાવસાર તથા અન્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રેગિંગ પ્રત્યે “શૂન્ય સહનશીલતાની નીતિ” (Zero Tolerance Policy) અમલમાં રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર શ્રી ડો.એસ.વી.માવદિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા અને મિત્રતા, સહકાર તથા પરસ્પર સન્માનના મૂલ્યો જાળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આવા અભિયાનો વિદ્યાર્થીઓમાં સંવેદના વિકસાવવામાં અને અભ્યાસ તથા વ્યક્તિગત વિકાસ માટે અનુકૂળ સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણ ઉભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમ પ્રોગ્રામ ઓફિસરશ્રી, રાષ્ટ્રીય સેવા યોજના, વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સીટી, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande