ગીર સોમનાથ આઈસીડીએસ શાખા દ્રારા તિરંગા રેલી યોજાઈ: બાળકો તેમજ લાભાર્થીઓએ ઉત્સાહભેર સાથે ભાગ લીધો
જુનાગઢ 15 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા તિરંગા રેલી યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લા આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે. આઇસીડીએસ શાખા, જિલ્
જૂનાગઢ જિલ્લાના આગડવાડી


જુનાગઢ 15 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાની આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા તિરંગા રેલી યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લા આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે. આઇસીડીએસ શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ હેઠળ કાર્યરત આંગણવાડી કેન્દ્ર ખાતે આજરોજ પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ તેમજ તમામ ઘટક ના બાળ વિકાસ યોજના અધિકારીની સૂચનાથી હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા રેલી અંતર્ગત આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા તિરંગા સાથે રેલી કાઢી ઉત્સાહભેર સ્વાતંત્ર્ય દિવસ ના પર્વ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં યોજાયેલી આ ઉજવણીમાં, બાળકો તેમજ લાભાર્થીઓએ ઉત્સાહભેર સાથે ભાગ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande