જુનાગઢ, 15 ઓગસ્ટ (હિ.સ.) વિસાવદર લાયન્સ ક્લબને રાણવી કુબા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત નંદ મહોત્સવની ઉજવણી કરી હતી.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી ટ્રેડિશનલ પોશાકમાં પરિધાન થાય જન્માષ્ટમીની તહેવારને અનુરૂપ રામોત્સવ મટકી ફોડ સહિતના વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કર્યા હતા જેમાં બહોળી સંખ્યાઓમાં વિદ્યાર્થીઓ રમોત્સવ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ અંગે શાળા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીને પ્રેરણા તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી વિદ્યાર્થીઓની વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર જાહેર કર્યા હતા તેમજ તમામ વિદ્યાર્થીઓને જન્માષ્ટમી તહેવારની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ