કેશોદ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬ ઓગસ્ટના યોજાશે
ગીર સોમનાથ, 15 ઓગસ્ટ (હિ.સ.) કેશોદ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬ ઓગસ્ટના યોજાશે. મુખ્યમંત્રી ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્
કેશોદ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬ ઓગસ્ટના યોજાશે


ગીર સોમનાથ, 15 ઓગસ્ટ (હિ.સ.) કેશોદ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬ ઓગસ્ટના યોજાશે. મુખ્યમંત્રી ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, આગામી તારીખ ૨૬-૦૮-૨૦૨૫ ના રોજ સમય સવારના ૧૧:૦૦ કલાકે કેશોદ મામલતદાર કચેરી ખાતે યોજાશે. એમ મામલતદાર કેશોદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande