જૂનાગઢ, 15 ઓગસ્ટ (હિ.સ.) ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આઈસ મીલ કંમ્પાઉન્ડ, મીતડી રોડ, માણાવદર ખાતે કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર તેજસ પરમારના હસ્તે ધ્વજવંદન સવારે ૯ કલાકે કરવામાં આવશે.
કાર્યક્રમમાં પોલીસ જવાનોની પરેડ, દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો, મંત્રીશ્રી ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની પ્રજાજનોને શુભકામનોઓ પાઠવશે, તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ વ્યક્તિઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમનો પ્રારંભ સવારે ૯ કલાકે થશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેર-જિલ્લાના નાગરિકોને સહભાગી થવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ