જોટાણા ખાતે કે. એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલને ‘શ્રેષ્ઠ શાળા’ એવોર્ડ સાથે સન્માન
મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ, જોટાણા મુકામે મહેસાણા જિલ્લાની ગ્રામ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલી કે. એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આ અવસ
જોટાણા ખાતે કે. એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલને ‘શ્રેષ્ઠ શાળા’ એવોર્ડ સાથે સન્માન


મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.)

આજ રોજ, જોટાણા મુકામે મહેસાણા જિલ્લાની ગ્રામ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલી કે. એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આ અવસરે શાળાને પ્રમાણપત્ર તથા રૂ. 1 લાખનો ચેક આપીને તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન માનનીય અધ્યક્ષશ્રીએ પોતાના સંબોધનમાં શિક્ષણક્ષેત્રે શાળાએ કરેલા નવતર પ્રયોગો, ઉત્તમ પરિણામો અને સર્વાંગી વિકાસ માટેના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાઓએ આ રીતે શ્રેષ્ઠતા હાંસલ કરવી અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે.

આ સન્માન સમારોહમાં શિક્ષણવિભાગના અધિકારીઓ, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલશ્રીએ આ માન્યતા માટે શિક્ષકમંડળ, વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો તથા ભવિષ્યમાં વધુ ઉત્તમ કાર્ય કરવાનો સંકલ્પ કર્યો.

આ રીતે કે. એન. પટેલ સર્વોદય હાઈસ્કૂલને મળેલો ‘શ્રેષ્ઠ શાળા’ એવોર્ડ શિક્ષણની ગુણવત્તા અને સામાજિક પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande