ઉત્કૃષ્ટ આરોગ્ય કામગીરી બદલ નવી સિવિલ હોસ્પિ.ના તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમારને જિલ્લા કલેક્ટરના હસ્તે સન્માનિત કરાયા
સુરત, 15 ઓગસ્ટ (હિ.સ.)-નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારને અંગદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પલસાણા તાલુકાના એના ગામે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
Surat

નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે તરફથી સુરત નવી સિવિલ હોસ્પિટલને ગત તા.રજી ઓગસ્ટ-2025ના રોજ બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાયવલ સેન્ટરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નવી સિવિલ થકી આજ સુધી ૭૫ અંગદાન થઇ ચૂક્યા છે. બ્રેઈનડેડ થવાના કિસ્સામાં મહત્તમ અંગદાન થાય એવા પ્રયાસો નવી સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવે છે, જેમાં અંગદાન થકી અંગોની જરૂરિયાત ધરાવતા દર્દીઓને નવું જીવન મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande