પાટણમાં મેઘરાજાનું આગમન, શહેરમાં છવાઈ ખુશીની લહેર
પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.): લાંબા સમય બાદ આજે પાટણ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર થતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો. ઉનાળાની ગરમી અને બફારાથી ત્રસ્ત પાટણવાસીઓને આ વરસાદે ઠંડકનો અહ
પાટણમાં મેઘરાજાનું આગમન, શહેરમાં છવાઈ ખુશીની લહેર


પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.): લાંબા સમય બાદ આજે પાટણ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર થતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો. ઉનાળાની ગરમી અને બફારાથી ત્રસ્ત પાટણવાસીઓને આ વરસાદે ઠંડકનો અહેસાસ કરાવ્યો.

વરસાદ પડતાં જ લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ. કામ પર નીકળેલા લોકોએ છત્રીનો સહારો લીધો અને રસ્તાઓ પર હર્ષભેર વાતાવરણ જોવા મળ્યું. લાંબા વિરામ બાદ મળેલા આ વરસાદે શહેરના વાતાવરણમાં નવો ઉલ્લાસ ફેલાવ્યો.

ખેડૂતોમાં પણ આ વરસાદે આશાનું કિરણ પ્રગટાવ્યું. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો હવે ખેતીકામ શરૂ થવાની આશા રાખી રહ્યા છે. આ વરસાદથી પાકોને મદદ મળશે અને ગામડાંમાં નવી સજીવતા છવાઈ જશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande