એનડીઆરએફ ટીમ કિશ્તવાડ પહોંચી, અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા, 167 લોકોને બચાવી લેવામાં આવ્યા
જમ્મુ, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (એનડીઆરએફ) ની એક ટીમ, શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી પ્રભાવિત ચાશોટી ગામમાં પહોંચી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયાના અહેવાલ છે
એનડીઆરએફ ટીમ કિશ્તવાડ પહોંચી


જમ્મુ, નવી દિલ્હી, 15 ઓગસ્ટ (હિ.સ.). રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (એનડીઆરએફ) ની એક ટીમ, શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી પ્રભાવિત ચાશોટી ગામમાં પહોંચી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 167 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે બચાવાયેલા લોકોમાંથી 38 લોકોની હાલત ગંભીર છે. જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ મૃત્યુઆંક વધતો રહ્યો અને આશંકા છે કે તેમાં વધુ વધારો થઈ શકે છે. એનડીઆરએફ ટીમ ગામમાં ચાલી રહેલા ઓપરેશનમાં જોડાઈ ગઈ છે. કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ શર્મા મોડી રાત્રે ગુલાબગઢ પહોંચ્યા. ઓપરેશનનું નિરીક્ષણ કરી રહેલા શર્માએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર કામ કરી શક્યા નહીં, તેથી ટીમ ઉધમપુરથી રોડ માર્ગે આવી હતી.

ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, વધુ બે ટીમો રસ્તે છે અને ઓપરેશનમાં જોડાશે કારણ કે વિનાશ વ્યાપક છે. તેમણે કહ્યું કે શોધ અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે સેનાએ બીજી ટુકડી પણ સામેલ કરી છે. રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનો પણ આ કામગીરીમાં જોડાયા છે. તેમણે કહ્યું કે 60 કર્મચારીઓની પાંચ ટુકડીઓ, કુલ 300 સૈનિકો, વ્હાઇટ નાઈટ કોર્પ્સના તબીબી ટુકડીઓ સાથે ઘટનાસ્થળે હાજર છે અને પોલીસ, SDRF અને અન્ય નાગરિક એજન્સીઓના સહયોગથી જરૂરિયાતમંદોને જીવન બચાવવા અને સહાય પૂરી પાડવા માટે અથાક મહેનત કરી રહી છે.

અબાબીલની સ્વયંસેવક ટીમો ગઈકાલે નવ એમ્બ્યુલન્સ સાથે ગામમાં પહોંચી હતી અને કામગીરીમાં જોડાઈ હતી. ટીમે મૃતદેહોને બહાર કાઢવામાં અને ઘાયલોને અથોલી અને કિશ્તવાડની હોસ્પિટલોમાં ખસેડવામાં મદદ કરી છે. હિલાલ વોલેન્ટિયર્સનું બીજું એક જૂથ પણ બચાવ કામગીરીમાં જોડાયું છે અને ઘાયલોને હોસ્પિટલોમાં ખસેડવામાં મદદ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande