અંબાજી,15 ઓગસ્ટ (હિ. સ)યાત્રાધામ અંબાજીમાં આગામી એક
સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે જેને લઇ જિલ્લા વહીવટી તંત્ર અને
સરકાર દ્વારા તળામાર તૈયારીઓ શરુ કરી દેવાઈ છે પણ આ વખતે મેળામાં વરસાદ વિઘ્ન બને
તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે યાત્રાધામ અંબાજીમાં આજે લાંબા સમયના વિરામ બાદ
વરસાદની શરૂઆત થવા પામી હતી જોકે આ વખતે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં પણ ચિંતાનું
મોજું ફરી વળ્યું હતું પણ 15મી ઓગસ્ટ એ ધ્વજ વંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એકાએક વરસાદી માહોલ
છવાયો હતો ને જોતજોતામાં વરસાદની શરૂઆત થતા ખેડૂતો માટે કાચું સોનુ વરસ્યું હોય
તેવો ઘાટ જોવા મળ્યો હતો જોકે બપોરે વરસાદના સામાન્ય વિરામ બાદ વરસાદની ધમાકેદાર
એન્ટ્રી થઇ હતી ને સતત લાંબા સમયથી જે ગરમીનો પ્રકોપ હતો તેમાંથી લોકોને આંશિક
રાહત અનુભવાઈ હતી ને પડેલા ભારે વરસાદના કારણે અંબાજીના અનેક વિસ્તારો પાણી પાણી
થયા હતા ને બજારોમાં પણ નદી જેવા દર્સ્યો જોવા મળ્યા હતા ને જાણે ક્ષણવાર જન જીવન
થંભી ગયો હોય તેવો ઘાટ સર્જાયો હતો અંબાજીના મુખ્ય હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ થયો
હતો જ્યાં વાહન ચાલકોને ભરાયેલા પાણીનો સામનો કરવો પડ્યો હતો ને વાહનોની લાંબી
લાઈનો લાગી હતી ભરાયેલા પાણીમાં ટુ વિલ્હર અને 4 વિલ્હર પાણીમાં ખોટવાયા નજર પડ્યા હતા
એટલુંજ નહિ પાણી ભરાયેલા હાઇવે માર્ગની આસપાસ સોસાયટીઓ માં પણ પાણી ફરી વળ્યાં હતા
જોકે આ હાઇવે માર્ગ ઉપર માત્ર આ વખતે જ નહિ પણ દર વર્ષે વરસાદ દરમિયાન આ પરિસ્થિતિ
સર્જાતી હોય છે ત્યારે વાહન ચાલકો એ પ્રિ મોન્સૂન પ્લાન સામે આક્ષેપો કર્યા હતા ને
આ વિસ્તાર નીચાણ વાળો હોવાથી દરવર્ષે પાણીભરાવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે
અને ભાદરવી પૂનમના મેળા માટે આ વિસ્તાર માં વેપારીઓ માટે દુકાનો લગાવવા વહીવટી
તંત્ર દ્વારા હંગામી પ્લોટો ની હરાજી પણ કરવા માં આવી છે તેવા માં ભારે વરસાદ પડે
તો વેપારીઓ ને રોવાનો વારો આવી શકે છે....ત્યારે આ હાઇવે પરના ખાડા વળી જગ્યા માં
રોડ લેવલ કરી ખાડા ભરી દેવામાંદર ચોમાસામાં સર્જાતી આ પાણી ભરાવાની સમસ્યાનો
હાલ થઇ શકે છે ને દર વર્ષે જે નાનામોટા વાહનો સહીત રાહદારીઓ ને થતી હેરાનગતિ માંથી
મુક્તિ મળી શકે છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ