સુરત, 15 ઓગસ્ટ (હિ.સ.)-સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ સુરત પાલિકાના રામનગર વિસ્તારમાં આવેલા ‘પાકિસ્તાની મહોલ્લા’નું નામ બદલીને ‘હિન્દુસ્તાની મહોલ્લો’ રાખવામાં આવ્યું. 2018માં પાલિકાની સાંસ્કૃતિક સમિતિએ આ નિર્ણય લીધો હતો, પરંતુ અમલ આજે સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીની હાજરીમાં તખ્તી અનાવરણ સાથે કરવામાં આવ્યો.
લાંબા સમયથી આ નામ બદલવાની માંગણી થઈ રહી હતી, કારણ કે પાકિસ્તાન મોહલ્લા નામને કારણે રહેવાસીઓ શરમ અનુભવી રહ્યા હતા. હવે નામ બદલાતા લોકોમાં ગર્વ અને ઉત્સાહ જોવા મળ્યો છે.
ધારાસભ્યે જણાવ્યું કે ભારતના ભાગલા પહેલા સિંધ પ્રદેશમાંથી આવેલા હિન્દુઓ અહીં વસ્યા હતા અને એ સમયથી આ વિસ્તારને પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખવામાં આવતો હતો. હવે નામ બદલાવાને અનુસરી દસ્તાવેજોમાં પણ સુધારણા કરવા સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે