કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કૅન્ટમાં દેશભક્તિનો જુસ્સો છલકાયો
ગાંધીનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કૅન્ટમાં ૭૯મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવાયો. કાર્યક્રમની શરૂઆત એનસીસી દ્વારા ગાર્ડ ઑફ ઑનર, મુખ્ય અતિથિ દ્વારા ધ્વજારોહણ અને ભાવભર્યા જન ગણ મનથી થઈ. વિદ્યાર્થીઓએ દેશપ્રે
કેવીએ અમદાવાદ કૅન્ટમાં દેશભક્તિનો જુસ્સો છલકાયો


કેવીએ અમદાવાદ કૅન્ટમાં દેશભક્તિનો જુસ્સો છલકાયો


ગાંધીનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કૅન્ટમાં ૭૯મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવાયો. કાર્યક્રમની શરૂઆત એનસીસી દ્વારા ગાર્ડ ઑફ ઑનર, મુખ્ય અતિથિ દ્વારા ધ્વજારોહણ અને ભાવભર્યા જન ગણ મનથી થઈ.

વિદ્યાર્થીઓએ દેશપ્રેમથી ઝળહળતા જૂથગીતો, નૃત્યો અને ભાષણો દ્વારા સૌનું મન જીતી લીધું. મુખ્ય અતિથિ તથા પ્રાચર્ય એ પ્રેરણાદાયી સંદેશો આપ્યા. આ કાર્યક્રમનો અંત આભાર પ્રસ્તાવ, મીઠાઈ વિતરણ અને સમૂહ તસવીર સાથે થયો, જે દિવસને યાદગાર બનાવી ગયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande