પોરબંદરમાં બે સ્થળોએ ચાલતા જુગરધામ પર પોલીસના દરોડા.
પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર જિલ્લામા બે સ્થળોએથી જુગાર ઝડપાયો હતો જેમાં રાણાવાવના હનુમાનગઢ રોડ પર જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી માલદે બાવન ગોજીયા, વેજા ઘેલા આગઠ, ખીમા માલદે આગઠ, અજય દેવા ખુંટી, હાજા ભીખા કડછા અને ભરત કાના આગઠને જુગા
પોરબંદરમાં બે સ્થળોએ ચાલતા જુગરધામ પર પોલીસના દરોડા.


પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર જિલ્લામા બે સ્થળોએથી જુગાર ઝડપાયો હતો જેમાં રાણાવાવના હનુમાનગઢ રોડ પર જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી માલદે બાવન ગોજીયા, વેજા ઘેલા આગઠ, ખીમા માલદે આગઠ, અજય દેવા ખુંટી, હાજા ભીખા કડછા અને ભરત કાના આગઠને જુગાર રમતા ઝડપી પોલીસ સ્થળ પરથી રૂ.1,03,300નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોરબંદરના નવાગામ ખાતે ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી ગીગાભાઈ રમેશભાઈ શીગરખીયા, નેભાભાઈ પુંજાભાઈ આગઠ અને સોમાભાઈ કારાભાઇ આગઠને જુગાર રમતા ઝડપી લઇ સ્થળ રૂ.11000નો મુદામાલ કબ્જે કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande