વડોદરા, 15 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરા પોલીસની SOG ટીમે 9.33 લાખના MD ડ્રગ્સ મંગાવનાર વોન્ટેડ આરોપી સાગર કલ્પેશભાઇ સુથારને ડ્રોન કેમેરાની મદદથી ઝાડીઓમાંથી ઝડપ્યો.
તાજેતરમાં પોલીસએ ભરુચથી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા સાબીર શેખને તાંદલજાના રિલાયન્સ મોલ પાછળથી રૂ. 9.33 લાખના MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન સાબીરે ખુલાસો કર્યો કે આ જથ્થો વડોદરાના સમતા વિસ્તારના સાગર સુથારે મંગાવ્યો હતો. ત્યારબાદ તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
માહિતી મુજબ, સાગર પોતાના કાકાના ઘરે નજીક, સમતા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાછળની ઝાડીઓમાં દિવસ દરમ્યાન છુપાતો હતો. પોલીસે ડ્રોન મારફતે સર્ચ ઑપરેશન ચલાવ્યું, જેમાં તે કેમેરામાં દેખાયો. બાદમાં ગ્રાઉન્ડ કોર્ડન કરી અને ડ્રોન દ્વારા પીછો કરીને તેને દબોચી લેવાયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે