વડોદરા, 15 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરા શહેરના આજવા રોડ મેમણ કોલોની સ્થિત મદિના એપાર્ટમેન્ટમાં રહેલા અનવરભાઈ કાસમમિયા મેમણે પોતાના પુત્ર વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ મુજબ, ગઇકાલે બપોરે 12 વાગ્યે ઘરે ચા બનાવવા માટે વાસણ ધોતાં સમયે નાના પુત્ર અનિશ મેમણ સાથે બાથરૂમના ઉપયોગ અંગે તૂ-તૂ મેં-મે થઈ.
તકરાર વધી જતા અનિશે પિતા અને મોટા ભાઈ અકરમ પર છરી વડે હુમલો કર્યો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી. સાથે જ ખોટા કેસમાં ફસાવવાની પણ ચેતવણી આપી. પોલીસએ ઘટના અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે