પ્રબોધ જૂથે નિષ્ફળતા ના ડરથી 37મી મુદતમાં અપીલ પરત ખેંચવાના પ્રયાસો કર્યા
-2022માં ચારસો જેટલા લોકોને બંધક બનાવીને રખાયા હોય, હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી -હરિપ્રસાદ સ્વામીએ તેમની હયાતીમાં તેના ઉત્તરાધિકારી પ્રેમસ્વરૂપ સ્વામીની નિયુક્તિ કરી હતી -179 લોકો સાથે પ્રબોધજીવનદાસનું જુથ હરિધામ સોખડા છોડી ગયું હતું ભર
પ્રબોધ જૂથે નિષ્ફળતા ના ડરથી 37મી મુદતમાં અપીલ પરત ખેંચવાના પ્રયાસો કર્યા


-2022માં ચારસો જેટલા લોકોને બંધક બનાવીને રખાયા હોય, હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી

-હરિપ્રસાદ સ્વામીએ તેમની હયાતીમાં તેના ઉત્તરાધિકારી પ્રેમસ્વરૂપ સ્વામીની નિયુક્તિ કરી હતી

-179 લોકો સાથે પ્રબોધજીવનદાસનું જુથ હરિધામ સોખડા છોડી ગયું હતું

ભરૂચ 15 ઓગસ્ટ (હિ.સ.) હરિધામ સોખડાના અધિષ્ઠાતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પોતે હયાત હતા ત્યારે જ પોતાના ઉત્તરાધિકારી તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજની નિયુક્તિ કરી હતી. પરંતુ તેઓ બ્રહ્મલીન થયા પછી કેટલાક સાધુઓ અને અનુયાયીઓએ પ્રબોધજીવનદાસનાં નેતૃત્વમાં પ્રેમસ્વરૂપ સ્વામીનો વિરોધ શરૂ કર્યો હતો. એપ્રિલ 2022માં તે જૂથે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરીને ચારસો જેટલા લોકોને બંધક બનાવીને રખાયા હોવાની રજૂઆત કરી હતી. આ તદ્દન ખોટી રજૂઆતને કારણે ગુજરાત હાઇકોર્ટે પુરુષો માટે આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને મહિલાઓ માટે આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદમાં વચગાળાની રહેણાંક વ્યવસ્થા કરી હતી. તે સમયે 179 લોકો સાથે પ્રબોધજીવનદાસનું જુથ હરિધામ સોખડા છોડી ગયું હતું. જુલાઇ 2022 માં ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે હેબિયસ કોર્પસ પીટીશનમાં અંતિમ આદેશ કરીને વચગાળાની વ્યવસ્થા સમાપ્ત કરી દીધી હતી.એ પછી પ્રબોધજીવન જૂથે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ-1950 ની કલમ 41-એ અન્વયે વચગાળાની વ્યવસ્થા ચાલુ રાખવાની અરજી કરી હતી. આ કાનૂની જંગ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

પ્રબોધજીવન જુથના કેટલાક લોકોએ રહેણાંક અને ભરણપોષણ જેવા વ્યક્તિગત અધિકારો માટે દિવાની દાવો કર્યો હતો. જેમાં આત્મીય વિદ્યાધામ, બાકરોલમાં વચગાળાની વ્યવસ્થા ચાલુ રાખવા દાદ માંગવામાં આવી હતી. સિનિયર સિવિલ કોર્ટે તેમાં વચગાળાની અરજી ફગાવી દીધી હતી. તે ચુકાદા સામેની અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટએ ફગાવી દીધી હતી. તેની સામે હાઇકોર્ટમાં આ પીટીશન કરવામાં આવી હતી.

પ્રબોધજીવન જુથે તેમના તરફે દસ જેટલા વકીલો રોક્યા હતા અને સુનાવણી સમયે કોઈને કોઈ કારણો દર્શાવીને સુનાવણી મોકૂફ રાખવાની સાથે પોતાની વચગાળાની રહેણાંક વ્યવસ્થા લંબાય તેવા પ્રયત્નો કર્યા હતા. હાઇકોર્ટમાં સાત જેટલા ન્યાયમૂર્તિઓએ કોઇને કોઇ કારણસર પોતાને આ કેસથી અલગ કર્યા હતા. વરિષ્ઠ ધારાશાસ્ત્રી સુધીર નાણાવટીએ અરજદારોની સુનાવણી મોકૂફ રખાવવાની માનસિકતા અંગે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું. પરિણામે, જસ્ટીસ નિરલ મહેતાએ કડક વલણ અખત્યાર કરીને હવે પછીની મુદતે સુનાવણી મોકૂફ રાખવા માટેનાં કોઈ જ કારણ ધ્યાનમાં લેવામાં નહીં આવે તેવું સ્પષ્ટ કરતો હુકમ કરેલ હતો. ત્યારબાદ જસ્ટીસ મહેતાએ સુનાવણી હાથ પર લેતાં કોર્ટનું વલણ જોઇને પોતાનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળતા મળશે તેવું જણાતાં તે જુથે 37મી મુદતમાં અપીલ પરત ખેંચવાની પરવાનગી માંગી હતી. ત્યારબાદ અપીલ બિનશરતી પરત ખેંચવાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે જસ્ટીસ નિરલ મહેતાએ 11 ઓગસ્ટે કેસનો નિકાલ કર્યો હતો. આમ, હવે પ્રબોધ જૂથ માટે આત્મીય વિદ્યાધામની કામચલાઉ રહેણાંક વ્યવસ્થા ચાલુ રાખવા માટે કોઈ જ કાયદાકીય રક્ષણ રહ્યું નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande