મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા શહેરથી તળેટી ગામ તરફ જતા સોમનાથ મહાદેવનું મંદિર આવે છે આ મંદિર ખૂબ જ જૂનું છે આ ઉપરાંત આ મંદિર સ્વયંભૂ રીતે પ્રગતિ આવેલું છે, સોમનાથ મહાદેવ મંદિરમાં દર વર્ષે શ્રાવણ મહિનો તેમજ શિવરાત્રીમાં લોકોની ભારેભીર જોવા મળે છે આ ઉપરાંત શ્રાવણ મહિનાના દરેક સોમવારે અહીંયા મેળો ભરાય છે અને અમાસે અહીંયા મોટો મેળો ભરાય છે જ્યાં હજારો લોકો ભાગ લે છે.
સોમનાથ મહાદેવના ટ્રસ્ટીક નરેન્દ્ર ભાઈ પટેલ જણાવે છે કેસોમનાથ મહાદેવનો ઇતિહાસ ખૂબ જ જુનો છો હું છેલ્લા 15 વર્ષથી અહીંયા ટ્રસ્ટી તરીકેની સેવા આપી રહ્યો છું લોકવાયકા મુજબ જ્યાં હાલ મંદિર છે એ જગ્યાએ વગડો હતો અને બાજુના ગામ તળેટીના લોકો અહીં પોતાની ગાયો ચરાવવા માટે આવતા હતા. આ ઉપરાંત અહીંયા એક ઈંટોનો ભઠ્ઠો પણ હતો જ્યાં કુંભાર ભાઈઓ ઈંટો બનાવતા હતા જ્યારે ગાયો અહીંયા આવીને પોતાનું દૂધ વહેડાવતી હતી ત્યારે ગામના લોકોને શક પડ્યો અને અહીંયા ખોદકામ કરતાં સ્વયંભૂ શિવલિંગ અસ્તિત્વમાં આવ્યું પ્રથમ આ શિવલિંગની ફરતે થોર ની વાડ કરી અને તેઓએ સેવા પૂજા કરી જ્યારે કોઈ માનતા પૂરી થાય ત્યારે લોકો કપડાનું ટુકડો (કપડાની ચીરી) ફાડીને ત્યાં બાંધી દેતા હતા માટે જ આ શિવલિંગનું નામ ચેથરીયા મહાદેવ પડ્યું, પરંતુ સમય જતા જ્યારે જિણોદ્વાર કરવામાં આવ્યું, ત્યારે આ મંદિરનું નામ સોમનાથ મહાદેવ રાખવામાં આવ્યુ.
વધુમાં તેઓ જણાવે છે કેમહેસાણા શહેરમાં સૌથી જૂનું અને ઐતિહાસિક મંદિર અહીં આવેલું છે આ મંદિર ત્યારે બનાવેલું જ્યારે મહેસાણા શહેર નો વિકાસ થયો નહોતું, હાલ ટ્રસ્ટીઓ દ્વારા આ મંદિરનું સંચાલન કરવામાં આવે છે, આ મંદિર નો ઇતિહાસ અંદાજે 200થી પોણા બસો વર્ષ જૂનો ગણવામાં આવે છે, અહીંયા દર વર્ષે શ્રાવણ મહિનામાં લોકોની ભારે ભીડ જોવા મળે છે આ ઉપરાંત શ્રાવણ મહિનાની અમાસે અહીંયા મોટો ભવ્ય પરંપરાગત મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે અને ત્યારે અમે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવીએ છીએ
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR