પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.): હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં 2 થી 15 ઑગસ્ટ 2025 દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે પાટણ સાયન્સ સેન્ટર, ભારતીય માનક બ્યુરો (BIS) અને કેન્દ્રીય વિદ્યાલય, પાટણના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન થયું.
કાર્યક્રમમાં સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રી, ભારતીય માનક બ્યુરોના અધિકારી સંદીપ ચાવડા અને કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ મહેન્દ્ર સિંહ ઉપસ્થિત રહ્યા.
100થી વધુ વિદ્યાર્થીઓ અને સહભાગીઓ તિરંગો લઈને યાત્રામાં જોડાયા. યાત્રા દરમિયાન દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની અવિસ્મરણીય બલિદાનને યાદ કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર