અમરેલી 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ ૭૯મા સ્વતંત્રતા દિવસના પાવન અવસર પર અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દેશપ્રેમની ઉમંગભેર ઉજવણી યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત તિરંગા ધ્વજવંદનથી થઈ, જ્યાં કાર્યાલય પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાતાં દેશભક્તિના સ્વરો ગૂંજી ઉઠ્યા. ધાર્મિક, સામાજિક તથા રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સૌએ રાષ્ટ્રીય ગીત ગાઈ સ્વતંત્રતાના પવિત્ર પળોને નિભાવ્યા.
આ પ્રસંગે કાર્યાલયમાં હાજર મહાનુભાવોએ દેશની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી. વક્તાઓએ શહીદોના બલિદાનની ગાથા વર્ણવી અને યુવા પેઢીને દેશપ્રેમ, એકતા અને વિકાસના માર્ગે અડગ રહેવા પ્રેરણા આપી.
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય એકતા, ભાઈચારો અને વિકાસ માટે સંકલ્પ લેવાયો. અનેક કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો. અંતે દેશભક્તિ ગીતો અને “ભારત માતા કી જય”ના નાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai