હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી મંડળીઓ અને સભ્યોને તિરંગા વિતરણ
અમરેલી, 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ ‘ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા દેશભક્તિના ઉમંગ સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સહકારી મંડળીઓ તેમજ સહકારી સભ્યોને તિરંગા ધ્વજ વિતરણ કરવામાં આવ્યા. જિલ્લા સહકારી સંઘના
ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી મંડળીઓ અને સભ્યોને તિરંગા વિતરણ


અમરેલી, 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ ‘ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા દેશભક્તિના ઉમંગ સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સહકારી મંડળીઓ તેમજ સહકારી સભ્યોને તિરંગા ધ્વજ વિતરણ કરવામાં આવ્યા.

જિલ્લા સહકારી સંઘના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલનો હેતુ દરેક નાગરિકના ઘરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો છે, જેથી સ્વતંત્રતા દિવસની ઉજવણી વધુ જનભાગીદારી સાથે થઈ શકે. વિતરણ કાર્યક્રમ દરમિયાન સહકાર અને રાષ્ટ્રપ્રેમના સંદેશા આપવામાં આવ્યા તથા સૌને પોતાના ઘરમાં તિરંગા ફરકાવવાની અપીલ કરવામાં આવી.

આ પ્રસંગે સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, સભ્યો અને સ્થાનિક નાગરિકોએ ઉમંગભેર ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન તિરંગા વિતરણ સાથે રાષ્ટ્રીય એકતા અને ગૌરવ અંગે સંક્ષિપ્ત સંબોધન પણ કરવામાં આવ્યું. અંતે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના ગુંજતા નાદ વચ્ચે કાર્યક્રમ પૂર્ણ થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande