પોરબંદર, 15 ઓગસ્ટ (હિ.સ.)દેશના 79મા સ્વતંત્રતા પર્વની દેશ ભકિતસભર વાતાવરણમા ઉજવણી કરવામા આવી છે ત્યારે પોરબંદરના દરિયામા આન,બાન અને શાનથી તિરંગો લહેરાયો હતો અને સમુદ્રની લહેરોએ પણ તિરંગાને સાલામી આપી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.પોરબંદર સહિત દેશભરમા આજે 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામા આવી હતી આજે જળ,જમીન અને પર્વત પર તિરંગો લહેરયો હતો.
પોરબંદરમા શ્રીરામ સી સ્વીમીગ કલબ દ્રારા આજે સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામા આવી હતી ચોપાટી ખાતેના દરિયામા 500 મીટર દુર મધ દરિયે તિરંગો લહેરવામા આવ્યો હતો શ્રીરામ સી સ્વીમીગ કલબના સભ્યો તરણ કરી અને મધ દરિયે પહોચ્યા હતા અને ત્યાં તિરંગો લહેરાવી અને રાષ્ટ્રગીતનુ ગાન ક્યુ હતુ તો કિનારે ઉભેલા લોકોએ પણ તિરંગાને સલામી આપી હતી.
દેશ ભકિતના ગીતો વચ્ચે સમુદ્રની ઉછળતી લહેરો એ પણ તિરંગાને સલામી આપી હતી આજે દરિયામા કરંટ હોવા છતા શ્રીરામ સી સ્વીમીગ કલબના સભ્યોએ દરિયા સાથે બાથ ભીડી અને મધ દરિયે તિરંગો લહેરાવી અને દેશભકિતનો પરિચય આપ્યો હતો શ્રીરામ સી સ્વીમીગ કબલ દ્રારા છેલ્લા 26 વર્ષથી રાષ્ટ્રીય પર્વના દિવસે દરિયામા તિરંગો લહેરાવામા આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya