મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.) અત્યારે રણુજા જતા લોકો પગપાળા રસ્તા પર ચાલતા હોય છે આ ચાલતા લોકો માટે અલગ અલગ જગ્યાએ સેવાભાવી દ્વારા અલગ અલગ સુવિધા માટે સેવા કેમ્પ ઉભા કરાતા હોય છે એવી જ રીતે મહેસાણાના ઊંઝા હાઈવે ઉપર, , ગામના લોકો દ્વારા રામદેવપીર રણુજા ધામ જતા લોકો માટે સેવા પૂરી પાડી રહ્યા છે.
છેલ્લા એક બે વર્ષથી આ લોકો માટે સેવા આપતા ગામના જનકજી જીવણજી ઠાકોર જણાવે છે કેઆ સેવા કેમ્પ ની શરૂઆત 2024 થી કરી હતી ગયા વર્ષે પ્રથમ વર્ષે જ 18,000 થી વધારે લોકોને સેવા આપી છે, જેમાં અમે યાત્રાળુઓ ને જમવાની, રહેવાની, આરામ કરવાની તેમ જ નાહવા ધોવાની સગવડ પૂરી પાડીએ છીએ, સમસ્ત તળેટી ગામના દરેક લોકો આમાં સાત સહકાર આપે છે 18 આલમના લોકો આમાં સેવા આપીને પુણ્ય કમાઈ રહ્યા છે. જે ગામની અનોખી એકતાનું પ્રતીક છે.
વધુમાં તેઓ જણાવે છે કેઅહીંયા ચા પાણી નાસ્તા, નાવા ધોવા માટે, મેડિકલ, રહેવા જમવાનું વ્યવસ્થા કરવામાં આવી છે, ગામના દરેક યુવાનો આ કામમાં તત્પર હાજરી આપીને આ સેવાકાર્ય ને સફળ બનાવી રહ્યા છે, આ હાઈવે ઉપર અમદાવાદ, વડોદરા, બોમ્બે સુધીના લોકો ચાલતા રણુજા જાય છે, દરેક યાત્રીકોને અમે રોડ ઉપરથી અહીં બોલાવીને તેમની સેવાનો લાભ લઈએ છીએ.
ગામના અન્ય સેવા આપતા યુવાન સુધીરકુમાર પટેલ જણાવે છે કે,ગામના દરેક જ્ઞાતિના લોકો ભેગા મળીને રામાપીર જતા યાત્રાળુઓ માટે આ સેવા શરૂ કરેલો છે, આ અમારા સેવા કેમ્પનું બીજું વર્ષ છે ગામની દરેક જ્ઞાતિ ઠાકોર, પટેલ, પ્રજાપતિ, રબારી ભાઈઓ દરેક ભાઈઓ ભેગા મળીને અહીંયા નિસ્વાર્થ ભાવે સેવા આપે છે,
તળેટીના આ સેવા કેમ્પમાં લાભ લઈ રહેલા અમદાવાદના પગપાળા યાત્રાળુ અભિષેક ભાઈ જણાવે છે કેહું અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં રહું છું છેલ્લા છ વર્ષથી રણુજા પગપાળા ચાલતો જાવ છું પગપાળા રણુજા અમદાવાદથી ચાલતા જતા અંદાજે 17 થી 18 દિવસનો સમયગાળો લાગે છે છેલ્લા બે થી ત્રણ દિવસથી હું ચાલી રહ્યો છું , આ કેમ્પની વ્યવસ્થા મને ખૂબ સારી લાગી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR