ગાંધીનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વમાં ગાંધીનગરના બહુઆયામી વિકાસમાં વહીવટી તંત્રની સાથે કર્મનિષ્ઠ કર્મયોગીઓ વિકાસના ઉદ્દીપક બન્યા છે, ત્યારે મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલો આ જિલ્લો, વિવિધ રંગી પર્યાય ધારણ કરીને, ગુજરાતના વિકાસના પ્રતીક તરીકે ઊભર્યો છે. જેની વિકાસ ગાથા પ્રદર્શિત કરતી વિકાસ વાટીકા 2024-25 જે કલેક્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી ગાંધીનગરના સહિયારા પ્રયાસથી તૈયાર કરવામાં આવી છે,જેનું વિમોચન આજે આપણા ગૃહ રાજ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ