મોડાસા, 16 ઓગસ્ટ (હિ.સ.)અરવલ્લી જીલ્લાનું મોડાસા અને બાયડ આરોગ્ય ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. જીલ્લામાં રાજસ્થાન સહિત આસપાસના જિલ્લાઓના લોકો મોટી સંખ્યામાં દર્દીઓ આરોગ્યલક્ષી સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે બાયડમાં મહિલા ગાયનેક તબીબ દ્વારા અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
શહેરની સંજીવની હોસ્પિટલ ખાતે ગાયત્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મહિલા ગાયનેક ડોક્ટર હેત્વી પટેલે તા. 10 ઓગસ્ટના દિવસે હોસ્પિટલમાં 24 કલાકમાં 22 જેટલી ગર્ભવતી મહિલાઓની સફળ પ્રસુતી કરાવી હતી.
જે પૈકી 2 જોડિયા બાળકોની ડિલિવરી થઈ, 8 સિઝરીયન ઓપેરશન અને 12 નોર્મલ ડિલીવરી કરાવવામાં આવી હતી. મહિલા તબીબે કરાવેલી 22 ડિલિવરી પૈકી 14 બાળકીઓ અને 8 બાળકોનો જન્મ કરાવાયો છે. યુવા મહિલા તબીબે એક દિવસમાં મોટી સંખ્યામાં સફળ પ્રસુતિ કરવાની સિદ્ધિને સિનિયર તબીબે બિરદાવી હતી..
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ