મહેસાણા-સુરેન્દ્રનગર જિલ્લાના ૪ શ્રદ્ધાળુઓનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત
મહેસાણા, 16 ઓગસ્ટ (હિ.સ.) કાશીથી ગુજરાત તરફ પરત ફરી રહેલાં શ્રદ્ધાળુઓના સમૂહ સાથે દુઃખદ ઘટના બની છે. મધ્યપ્રદેશમાં ટ્રાવેલર વાહન એક ટ્રક સાથે જોરદાર અથડાતાં મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના ૪ શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે ૭ જેટલા
મહેસાણા-સુરેન્દ્રનગર જિલ્લાના ૪ શ્રદ્ધાળુઓનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત


મહેસાણા, 16 ઓગસ્ટ (હિ.સ.) કાશીથી ગુજરાત તરફ પરત ફરી રહેલાં શ્રદ્ધાળુઓના સમૂહ સાથે દુઃખદ ઘટના બની છે. મધ્યપ્રદેશમાં ટ્રાવેલર વાહન એક ટ્રક સાથે જોરદાર અથડાતાં મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના ૪ શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે ૭ જેટલા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રાવેલરનો બુકડો વળી જતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

માહિતી અનુસાર, શ્રદ્ધાળુઓ કાશીથી દર્શન પૂર્ણ કરી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક મદદ માટે દોડી આવી હતી. ઘાયલ શ્રદ્ધાળુઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની સ્થિતિ ચિંતાજનક હોવાનું જાણવા મળે છે.

મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં આ દુઃખદ સમાચાર પહોંચતાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમાજના આગેવાનો તથા સ્થાનિક પ્રતિનિધિઓએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી આરોગ્યલાભ માટે પ્રાર્થના કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande