અમરેલી જિલ્લા જેલના 5 આજીવન કેદીઓને સારા વર્તન બદલ મુક્તિ
અમરેલી, 16 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાંચ કેદીઓને ગૃહ વિભાગ દ્વારા સારા વર્તનના આધારે મુક્તિ આપવામાં આવી છે. આ પાંચેય કેદીઓ છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી જેલમાં સજા ભોગવી રહ્યા હતા. જેલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ
અમરેલી જિલ્લા જેલના 5 આજીવન કેદીઓને સારા વર્તન બદલ મુક્તિ


અમરેલી, 16 ઓગસ્ટ (હિ.સ.): અમરેલી જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાંચ કેદીઓને ગૃહ વિભાગ દ્વારા સારા વર્તનના આધારે મુક્તિ આપવામાં આવી છે. આ પાંચેય કેદીઓ છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી જેલમાં સજા ભોગવી રહ્યા હતા.

જેલ સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, આ કેદીઓએ જેલમાં રહેતા સમયગાળા દરમિયાન શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવી હતી અને વિવિધ કાર્યોમાં સક્રિય ભાગ લીધો હતો. તેમણે જેલમાં ઉપલબ્ધ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈ સુધરેલ જીવન તરફ પ્રયાણ કર્યું હતું. નિયમિત સમયપાલન, સહ-કેદીઓ પ્રત્યે સૌજન્યપૂર્ણ વર્તન અને જેલ સ્ટાફ સાથે સહકાર દર્શાવવાના કારણે તેઓ સારા વર્તનની યાદીમાં સ્થાન પામ્યા.

ગૃહ વિભાગ દ્વારા સમયાંતરે આજીવન કેદીઓના વર્તન અને સુધારાની સમીક્ષા કરવામાં આવે છે. સમીક્ષા બાદ યોગ્ય માનવામાં આવતા કેદીઓને શરતી અથવા સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેલ અધિકારીઓની ભલામણ, કાયદેસર દસ્તાવેજો અને સરકારના માર્ગદર્શકોનું પાલન કરવામાં આવે છે.

આજે આ પાંચેય કેદીઓને જેલમાંથી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી. મુક્તિ મેળવનાર કેદીઓએ જેલ સત્તાવાળાઓનો આભાર માન્યો અને સમાજમાં પુનઃસ્થાપિત થવા તથા નવું જીવન શરૂ કરવાની પ્રતિજ્ઞા લીધી. જેલ અધિકારીઓએ પણ આશા વ્યક્ત કરી કે આ કેદીઓ ભવિષ્યમાં સારું વર્તન જાળવી સમાજમાં સકારાત્મક યોગદાન આપશે.

આ નિર્ણયથી કેદીઓના પરિવારોમાં ખુશીનું માહોલ સર્જાયો છે અને સમાજમાં સુધારાત્મક ન્યાયની નીતિ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande