જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર નજીકના અલીયા ગામમાં વસવાટ કરતા એક યુવાને મગજની બીમારીથી કંટાળી જઈને સોમવારે ગળાફાંસો ખાઈ લીધા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ બાબતની તેમના પરિવારને જાણ થતાં કશ્યપભાઈને નીચે ઉતારી સારવાર માટે ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. પંચકોશી એ ડિવિઝન ટીમ દોડી ગઈ હતી. પોલીસે મૃતકના મોટાભાઈ મહેશભાઈ પરમારનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ આ યુવાન કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા. તેની દવા ચાલુ હતી. તે દરમિયાન માઠું લાગી આવતા કશ્યપભાઈએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt