મોડાસા, 16 ઓગસ્ટ (હિ.સ.)બાયડ કેળવણી મંડળ સંચાલિત બી. કે.એમ સેલ્ફ ફાઇનાનસ સ્કુલમાં તારીખ 14 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમીની ઉજવણી કરાઇ હતી. જેમાં મટકી ફોડ જેવા કાર્યક્રમો કરીને ગરબા રાસની રમઝટ બોલાવી હતી. ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ કૃષ્ણ ભક્તિમાં રંગાઈ ગયા હતા. બાયડ સ્કૂલના આચાર્ય પારૂલબેન પટેલ તેમજ શિક્ષકો ઉપસ્થિતમાં જન્માષ્ટમી પર્વને ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ