રાધનપુરમાં ગોકુળ આઠમના દિવસે મેઘરાજાનું આગમન
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુર તાલુકામાં બપોર બાદ કાળા ડીબાંગ વાદળોએ આકાશને ઘેરી લીધું અને અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. સમી તાલુકાના દાઉદપુર, બાસ્પા અને જલાલાબાદ સહિતના વિસ્તારોમાં તેમજ રાધનપુર
રાધનપુરમાં ગોકુળ આઠમના દિવસે મેઘરાજાનું આગમન


રાધનપુરમાં ગોકુળ આઠમના દિવસે મેઘરાજાનું આગમન


પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)રાધનપુર તાલુકામાં બપોર બાદ કાળા ડીબાંગ વાદળોએ આકાશને ઘેરી લીધું અને અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

સમી તાલુકાના દાઉદપુર, બાસ્પા અને જલાલાબાદ સહિતના વિસ્તારોમાં તેમજ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા, પીપળી અને સાતુન ગામોમાં ભારે વરસાદ નોંધાયો હતો.

આ વરસાદથી પંથકમાં ઠંડક પ્રસરી ગઈ અને ભારે ગરમી તથા ઉકળાટમાંથી લોકોને રાહત મળી. કેટલાક લોકોએ વરસાદમાં નાહવાની મજા માણી હતી. ગોકુળ આઠમના પવિત્ર દિવસે થયેલા આ વરસાદને લોકોએ ઈશ્વરનો આશીર્વાદ માન્યો હતો.

ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande