ભુજ – કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) આ વર્ષેનો સ્વતંત્રતા દિવસ કચ્છ માટે વિશેષ ગર્વની ક્ષણ લઈને આવ્યો. ભુજ એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગ્રુપ કેપ્ટન રાકેશકુમાર યાદવને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ‘વાયુસેના મેડલ’ એનાયતની જાહેરાત થઈ છે. આ સન્માન ભારતની આતંકવાદ વિરોધી તાજેતરની સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી ‘ઑપરેશન સિંદૂર’માં આપેલા શૌર્યપૂર્ણ અને નિર્ભીક યોગદાન બદલ પ્રાપ્ત થયું છે.
‘ઓપરેશન સિંદૂર’ ઐતિહાસિક પરિવર્તનનું પ્રતિક
કચ્છમાં ફરજ બજાવતા ભુજ એરફોર્સ સ્ટેશનના ગ્રુપ કેપ્ટન રાકેશકુમાર યાદવને આ સન્માનથી સમગ્ર કચ્છ જિલ્લામાં ગર્વ અને ઉમંગની લાગણી પ્રસરી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના આકાશી સીમાડાઓના રક્ષણ માટે એરફોર્સે ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. ‘ઑપરેશન સિન્દૂર’ માત્ર એક સફળ સૈનિક અભિયાન જ નહીં, પરંતુ ભારતની રક્ષણ નીતિમાં થયેલા ઐતિહાસિક પરિવર્તનનું પ્રતિક પણ છે. માનવતાના રક્ષણ માટે શરૂ થયેલા ઓપરેશન સિંદૂરમાં વિશિષ્ટ કામગીરી બદલ ગ્રુપ કપ્તાન રાકેશ કુમાર યાદવની સન્માન માટે પસંદગી થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA