જામનગર, 16 ઓગસ્ટ (હિ.સ.): જામનગરની એક હોટલમાં બે વર્ષ પહેલાં આવેલા વાવાઝોડાના કારણે નુકસાની થઈ હતી. તેનો ક્લેઈમ વીમા કંપની પાસે રજૂ થતાં વીમા કંપનીએ ઓછી રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. તેથી ગ્રાહક ફોરમમાં તેની ફરિયાદ થઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
જામનગરના તીનબત્તી વિસ્તારમાં આવેલી હોટલ કલાતીત ઈન્ટરનેશનલ દ્વારા ઈફ્કો ટોકીયો જનરલ ઈન્સ. કંપની પાસેથી વર્ષ ૨૦૨૩માં વીમો લેવામાં આવ્યો હતો. વીમો ચાલુ હતો તે દરમિયાન બીપોરજોઈ વાવાઝોડુ આવતા હોટલમાં નુકસાન થયું હતું.
ત્યારપછી રૂ.૨૦,૮૦,૧૮ની નુકસાની થયાનો ક્લેઈમ હોટલ દ્વારા કરવામાં આવતા વીમા કંપનીએ માત્ર રૂ.૯૪,૯૫૬ ચૂકવવા તૈયારી દર્શાવી હતી. આથી હોટલ દ્વારા વીમા કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૧,૭૭,૬૨પ વ્યાજ સાથે ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચ તથા ત્રાસ બદલ રૂ.૮ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt