જયશંકરે, કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુનનું સ્વાગત કર્યું
નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, શનિવારે રિપબ્લિક ઓફ કોરિયા (આરઓકે) ના નવનિયુક્ત વિદેશ મંત્રી ચો હ્યુનનું ભારતમાં સ્વાગત કર્યું. જયશંકરે, ચો હ્યુનને તાજેતરમાં પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે, એક જૂના મિત્રને નવા
જયશંકરે, કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુનનું સ્વાગત કર્યું


નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, શનિવારે રિપબ્લિક ઓફ કોરિયા (આરઓકે) ના નવનિયુક્ત વિદેશ મંત્રી ચો હ્યુનનું ભારતમાં સ્વાગત કર્યું. જયશંકરે, ચો હ્યુનને તાજેતરમાં પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે, એક જૂના મિત્રને નવા સાથી તરીકે આવકારવાનો આ એક ખાસ પ્રસંગ છે.

ડૉ. જયશંકરે, ચો હ્યુનની ભારત મુલાકાતને ખાસ ગણાવી અને કહ્યું કે, કોરિયાના રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસ અને ભારતના સ્વતંત્રતા દિવસના એક દિવસ પછી, તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને આપવામાં આવતી પ્રાથમિકતા દર્શાવે છે.

તેમણે કહ્યું કે, આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારત અને રિપબ્લિક ઓફ કોરિયા વચ્ચે ખાસ વ્યૂહાત્મક ભાગીદારીની 10મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે. આ પ્રસંગે, વિદેશ મંત્રીએ કેનેડાના કનાનાસ્કિસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોરિયન રાષ્ટ્રપતિ વચ્ચેની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો, જેને તેમણે 'ખૂબ જ સકારાત્મક' ગણાવી. ડૉ. જયશંકરે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ કોરિયાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળની સિઓલ મુલાકાત દરમિયાન કોરિયન નેતૃત્વ સાથેની બેઠકો ખૂબ જ સકારાત્મક રહી હતી અને તેમણે પોતે વિદેશ પ્રધાન ચો હ્યુનની પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાતની પ્રશંસા કરી હતી.

ભારત અને કોરિયા વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, આર્થિક સહયોગ, કનેક્ટિવિટી અને લોકો-થી-લોકોના સંબંધો જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ વિસ્તૃત કરવાની ઇચ્છા વ્યક્ત કરતા, વિદેશ પ્રધાને આ બેઠકને સફળ બનાવવાની આશા વ્યક્ત કરી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande